ભરુચના પોલીસ અને હોમગાર્ડ કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજનાર છે ત્યારે મતદાન મથકો ઉપર ફરજ નિભાવનારા સરકારી કર્મચારીઓ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ જીઆઇડી જવાનો સહિતના હોય આજે બેલેટ પેપર થકી પોતાના મતા અધિકારનો ઉપયોગ કર્યો હતોઆગામી ૧ અને ૫ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન થવા જઇ રહી છે, તે પહેલાં ચૂંટણીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું આજે પોà
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજનાર છે ત્યારે મતદાન મથકો ઉપર ફરજ નિભાવનારા સરકારી કર્મચારીઓ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ જીઆઇડી જવાનો સહિતના હોય આજે બેલેટ પેપર થકી પોતાના મતા અધિકારનો ઉપયોગ કર્યો હતો
આગામી ૧ અને ૫ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન થવા જઇ રહી છે, તે પહેલાં ચૂંટણીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું આજે પોસ્ટલ બેલેટ થકી જિલ્લાની તમામ ૫ વિધાનસભા બેઠકો ઉપર મતદાન કરવામાં આવી રહ્યું છે.
ભાગરૂપે ભરૂચ શહેરની કે.જે પોલીટેકનીક કોલેજ અને અંકલેશ્વરમાં શારદાભવન,ભરૂચ જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સરકારી કર્મચારીઓ, હોમ ગાર્ડ અને જી.આર.ડી તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું.
વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને મોટી માત્રામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પોતાના મતા અધિકારનો ઉપયોગ કરી મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં પોતાનું ઉત્સાહ દેખાડ્યું હતું
આ પણ વાંચો- પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને દિવાલ તોડવાનું કામ આપતા દિવાલ પડી ગંભીર રીતે ઘવાયો, જાણો શું છે મામલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement